લાલકિલ્લા પરથી વડાપ્રધાનના પાંચ સંકલ્પ
પ્રથમ સંકલ્પ: હવે દેશને મોટા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. ખૂબ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. મોટો સંકલ્પ છે વિકસિત ભારત.
બીજો સંકલ્પ: જો હજુ પણ આપણા મનમાં કોઈપણ ખૂણામાં ગુલામીનો એકપણ અંશ હોય તો તેને કોઈપણ સંજોગોમાં છોડવાનો નથી. હવે આપણે એમાંથી સો ટકા છુટકારો મેળવવો પડશે, જેણે આપણને સેંકડો વર્ષોથી ગુલામીમાં પકડીને રાખ્યા છે.
ત્રીજો સંકલ્પ: આપણને આપણા વારસા પર ગર્વ હોવું જોઈએ. આ એ વારસો છે, જેણે એક સમયે ભારતને સુવર્ણકાળ આપ્યો હતો. આ વારસા પર આપણને ગર્વ હોવું જોઈએ.
ચોથો સંકલ્પ: એકતા અને એકજૂથતા. 130 કરોડ દેશવાસીઓમાં એકતા. ન તો પોતાનું કે ન કોઈ પરાયું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપના માટે એકતાની શક્તિ એ આપણી ચોથી પ્રતિજ્ઞા છે.
પાંચમો સંકલ્પ: નાગરિકોની ફરજ, જેમાં પીએમ પણ બહાર નથી હોતા, સીએમ પણ બહાર નથી હોતા. તેઓ પણ નાગરિક છે. આવનારાં 25 વર્ષનાં સપનાં પૂરાં કરવા માટે ઘણો જુસ્સો છે. જ્યારે સપનાં મોટા હોય છે, જ્યારે વિચારો મોટા હોય છે ત્યારે પ્રયત્ન પણ ઘણો મોટો હોય છે.