પ્રતિકાત્મક તસવીર |
ગુજરાત પોલીસના ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. પોલીસ ગ્રેડ પર ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. જાહેરાત કરતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સરકાર દ્વારા રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. પોલીસકર્મીઓની માંગને લઈ સમિતિની રચના કરી હતી. મારી અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનું આયોજન થયુ હતુ. બેઠકો અને સમિતિની ભલામણોને ધ્યાને રાખીને નિર્ણય કર્યો છે.
પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 14, 2022
પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 14, 2022