શેરમાર્કેટના બિગ બુલ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ લીધા હતા. દલાલ સ્ટ્રીટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન થયું છે. રાકેશ ઝુનઝુનવાલા, જેમણે રૂ. 5000 થી રૂ. 43 હજાર કરોડની સફર કરનાર શેરબજારના બિગ બુલ ઝુનઝુનવાલા 62 વર્ષના હતા. ઝુનઝુનવાલાએ ગયા અઠવાડિયે 'અકાસા' એરલાઇન સાથે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. 1992માં જ્યારે હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે તેમણે શોર્ટ સેલિંગ દ્વારા જંગી નફો કર્યો હતો. |
ભારતીય શેરબજારના 'બિગ બુલ' કહેવામાં આવે છે
રાકેશ ઝુનઝુનવાલાએ કોલેજના દિવસોથી જ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. એકવાર રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતુ કે શરૂઆતમાં $100નું રોકાણ કર્યું હતુ. ખાસ વાત એ છે કે તે સમયે સેન્સેક્સ ઈન્ડેક્સ 150 પોઈન્ટ પર હતો, જે હવે 60 હજારના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
રાકેશ ઝૂનઝૂનવાલાએ માત્ર પાંચ હજાર રૂપિયાથી સફળતાની શરૂઆત કરી હતી
ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા રાકેશ ઝૂનઝૂનવાલાની કમાણી મુખ્યત્વે શેરબજારમાંથી હતી. ઝૂનઝૂનવાલાની આ સફળતાની કહાનીની શરૂઆત માત્ર પાંચ હજાર રૂપિયાથી થઈ હતી. આજે તેમની નેટવર્થ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. આ સફળતાના કારણે ઝૂનઝૂનવાલાને ઈન્ડિયન સ્ટોક માર્કેટના બિગબુલ અને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય ઈન્વેસ્ટર્સ શેરબજારમાં પૈસા ગુમાવી રહ્યાં હોય છે, ત્યારે પણ ઝૂનઝૂનવાલા કમાણી કરવામાં સફળ રહેતા હતા.
Source:-Divyabhaskar