ગુજરાત: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યોછે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 નવા કેસ નોંધાયા છે. તો આજે 344 દર્દી સાજા થયા છે . રાજ્યમાં 2 લોકોના મોત થયાં છે. અમદાવાદ અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાથી 1-1નાં મોત થયા છે. રાજ્યમાં સતત 3 દિવસથી 2-2દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.96 ટકા થઈ ગયો છે.