રિસર્ચ : કોરોનાથી બચવા માટેનું હથિયાર જ બ્લેક ફંગસનું મિત્ર, કોણ છે જાણો?


ભારત : કોરોના સંક્રમણથી બચવા માટે જો તમે સસ્તું સેનિટાઈઝર ખરીદી રહ્યા છો તો સાવધાન થઈ જજો. આ સસ્તુ સેનિટાઈઝર તમને નુકશાન પહોંચાડી શકે છે. આજે કોરોના સંક્રમિત વ્યક્તિઓમાં વધતા બ્લેક ફંગસના મામલામાં આ સેનિટાઈઝરની ભૂમિકા પણ જોવા મળી રહી છે.

એક રિસર્ચમાં સામે આવ્યું છે કે બ્લેક ફંગસ માટે સ્ટીરોઈડ ઉપરાંત ધૂળના કણ અને બજારમાં મળતા નકલી સેનિટાઈઝર પણ જવાબદાર છે. આ સસ્તા સેનિટાઈઝરમાં મેથેનોલની માત્રા જરૂરથી વધારે હોય છે. જે આંખ અને નાકની કોષિકાઓને મૃત કરી ફંગસને ઉગવા માટે સારૂ વાતાવરણ તૈયાર કરે છે.

આઈઆઈટી બીએચયુમાં સિરામિક એન્જીન્યર વિભાગના વૈજ્ઞાનિક ડો. પ્રીતમ સિંહે જણાવ્યું કે જ્યારે આપણે આ સ્પ્રે સેનિટાઈઝરને પોતાના ચહેરાની આસપાસ લઈ જઈને છંટકાવ કરીએ છીએ તો તેમાંથી થોડી માત્રા તેની આંખો અને નાંકમાં પણ જતી રહે છે. તેનાથી ત્યાના રેટિના સહિત આંખો અને નાંકની કોષિકા મૃત થઈ જાય છે. આ સેનિટાઈઝરમાં 5 ટકાની આસપાસ મિથેનોલ છે જે ફંગસના ઉગવા માટે સારુ વાતાવરણ તૈયાર કરે છે. તેનાથી આંખોનું રેટિના ખરાબ થવાની સાથે સાથે રોશની ધીરે ધીરે ઓછી થઈ જાય છે અને વ્યક્તિ અંધ થઈ જાય છે.

કહ્યું કે હકીકતે, અહીં પ્રોટીલિસિસ પ્રક્રિયા થાય છે એટલે કે પ્રોટીનનું લિક્વિડ નિકળવા લાગે છે અને સુકાયેલા અથવા મૃત પ્રોટીન ઝડપથી એક બીજા સાથે જોડાવા લાગે છે. ત્યાર બાદ ફંગસ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યાં જ આપણી પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ હોય તો બ્લેક ફંગસ પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે. જેવી આપણી પ્રતિરોધક ક્ષમતા નબળી થાય તો બ્લેક ફંગસ તેનો પ્રભાવ બતાવવાનુ શરૂ કરે છે.


આજે દરેક જગ્યા પર વેચાતા સેનિટાઈઝરમાં 5%ની આસપાસ મેથેનોલ છે. જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. સેનિટાઈઝર ગમે ત્યાં કોઈ પણ પ્રકારના માનક અને રેગ્યુલેશન વગર વેચવામાં આવી રહ્યા છે. તો લિક્વિડ સેનિટાઈઝર જ કરે, ડ્રોપ લેટ્સ સાથે બહાર આવતા અથવા સ્પ્રે સેનિટાઈઝરનો ઉપયોગ ન કરો.

નકલી સેનિટાઈઝરમાં આઈસોપ્રોફાઈલ આલ્કોહોલની માત્રા ઓછી હોય છે. જ્યારે અસલી સેનીટાઈઝરમાં તેની માત્રા 70% હોય છે. જો તને સેનિટાઈઝરને હાથમાં છાંટો છો તો સ્પ્રે કરવા પર તે સારી સુગંધ આપે છે. જ્યારે તમે નકલી સેનિટાઈઝર સ્પ્રે કરશો એટલે તેમાંથી ગંધ આવવાનું શરૂ થઈ જશે. નકલી સેનિટાઈઝર હાથમાં જલ્દી ફેલાય છે જ્યારે અસલી સેનિટાઈઝર સ્પ્રે કરવા પર સારી રીતે ફેલાતું નથી. સાથે જ અસલી સેનિટાઈઝર હાથ પર લગાવ્યા બાદ થોડીક જ વારમાં સુકાઈ જાય છે જ્યારે નકલી સેનિટાઈઝરથી હાથ ભીના રહે છે અને તે જલ્દી સુકાતું નથી.