મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ |
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને સમજાતું નથી કે આપણો દેશ કેન્દ્રીય સ્તરે વેક્સિન કેમ ખરીદતો નથી. રાજ્યો તાત્કાલિક વિદેશી કંપનીઓ પાસેથી વેક્સિન ક્યાંથી ખરીદી શકે? કોરોના સામે આ રાષ્ટ્રીય યુદ્ધ છે તેમાં રાજ્યો પોતપોતાની રીતે કોરોનાનો સામનો કરવા હથિયાર ખરીદવા નીકળશે? શું આવતીકાલે પાકિસ્તાન આક્રમણ કરશે તો બધા રાજ્યોએ પોતપોતાના હથિયારો અને દારૂગોળો ખરીદવા નીકળવું પડશે? ઉત્તરપ્રદેશ પોતાની ટેન્કો પોતાની જાતે ખરીદશે અને દિલ્હીએ પોતાની બંદુકો જાતે ખરીદવી પડશે? દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં વેધક સવાલ કર્યો હતો. ઉલેખનીય છેકે તેમણે દિલ્હીના નાગરિકોને વેક્સિનેશન પાર પાડવા માટે બુધવારે જ રશિયાની સ્પુતનિક-ફ વેક્સિનનો સોદો પાર પાડયો હતો.
सभी राज्य पिछले दो महीनों से वैक्सीन लाने के लिए पूरी शिद्दत से लगे हैं। उन वैक्सीन को छोड़कर जो केंद्र सरकार ने दिए, कोई भी राज्य अपने प्रयासों से एक भी एक्स्ट्रा वैक्सीन नहीं ला पाया, कई सरकारों ने ग्लोबल टेंडर निकाले,सारे टेंडर फेल हो गए। एक भी वैक्सीन का टीका अभी तक नहीं आया। pic.twitter.com/qPFB0QDSns
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2021
કેજરીવાલે કેન્દ્રને પડકાર કર્યો હતો કે બધા રાજ્યોને વિદેશી વેક્સિન ઉત્પાદક કંપનીઓ સાથે પોતપોતાની રીતે સોદા કરીને વેક્સિન મેળવવા છોડી દેવાને બદલે કેન્દ્ર સરકારે વેક્સિનેશન ઝુંબેશમાં પોતાની ભૂમિકા ભજવવી જોઈએ અને તાકીદે આંતરરાષ્ટ્રીય બજારમાંથી વેક્સિન મેળવીને રાજ્યોને પૂરી પાડવી જોઈએ.
વિદેશી કંપનીઓ પાસેથી વેક્સિન ખરીદવા માટે રાજસ્થાન સરકારે બહાર પાડેલું ટેન્ડર નિષ્ફળ ગયું છે. રાજ્ય સરકારની ફરિયાદ છે કે સ્પુતનિક, રિથેરા, એસ્ટ્રાઝેનેકા, કોવિશીલ્ડ કંપનીઓને બદલે તેમના વિતરકો ઓફર લઈ આગળ આવી રહ્યા છે અને ૩૦૦ રૂપિયાની વેક્સિન માટે ૯૦૦ રૂપિયાની માગ કરી રહ્યા છે. એસ્ટ્રાઝેનેકા પણ ૫૦૦ રૂપિયાથી વધારે માગી રહી છે, જ્યારે કે તેનું ઉત્પાદન ભારતની સીરમ ઈન્સ્ટિટયૂટ કરી રહી છે.