નરોડામાં એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, કોવિડ હોસ્પિ.માંથી 8 દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં, કોઈ જાનહાનિ થઈ નથી

ઘટનાની તસ્વીર

અમદાવાદ : નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે જેના પગલે ફાયરબ્રિગેડની 7 ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. 

કોમ્પ્લેક્સમાં આગ લાગતા લાઈટો બંધ કરવાની ફરજ પડી હતી. કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ આવેલી છે લાઈટ બંધ હોવાને કારણે હોસ્પિટલમાં રહેલા કોરોનાના કુલ 8 દર્દીઓને ઍમ્બુલન્સ બોલાવી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

મળતી માહિતી અનુસાર, GEBએ હાલમાં હોસ્પિટલની લાઈટ ચાલુ કરી દેવામાં આવી છે. જેથી અન્ય દર્દીઓની સારવાર ફરી શરૂ થઈ ગઈ છે. IDBI બેન્કની બ્રાન્ચના એસીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

source news