પ્રતિકાત્મક તસવીર |
અમદાવાદ : AMCએ આજે જાહેરાત કરી છે કે, આવતીકાલે 27મી મેથી GMDC ગ્રાઉન્ડ ખાતે રૂ.1 હજારમાં ડ્રાઇવ થ્રુમાં વેક્સિન મળશે. એપોલો હોસ્પિટલ અને AMC દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના નામે રૂ.1 હજારમાં રસી આપવામાં આવશે. આવતીકાલથી ડ્રાઇવ થ્રુના નામે રસીકરણના વેપારીકરણનો આરંભ થઈ જશે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અમદાવાદમાં પૈસાદાર લોકો તો એક હજાર રૂપિયા આપી રસી લઈ લેશે પણ નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પોતાના વારાની રાહ જોવી પડશે. આખરે AMCના શાસકો દ્વારા વેક્સીનનું “વેપારીકરણ” શરૂ કરી દીધું છે.
સરકાર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં વેક્સિનના 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતાં. ત્યારે અહીંયા તો જગ્યા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મફતમાં આપવાની છે તેમ છતાં 1 હજાર રૂપિયા ભાવ નક્કી કરીને ખાનગી હોસ્પિટલોને લૂંટવા માટેનું કોર્પોરેશન જ લાયસન્સ આપતું હોવાની લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદમાં કેટલાય દિવસથી ડ્રાઇવ થ્રુ વેકસીનેસન બંઘ છે લોકો ચાલુ થવાની રાહ જોઈ રહ્યા હતા પણ ચાલુ તો થયું 1 હજાર રૂપિયા આપવા પડશે.
આ સ્થળે તમામ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. જેના માટે લાભાર્થીએ 1 હજારનો ચાર્જ ચૂકવવો પડશે. સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણ કરાશે. દૈનિક 1 હજાર લાભાર્થીને રસી આપવામાં આવશે. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અમદાવાદ મ્યુનિ.એ 1 હજારમાં રસી આપવાનો પ્રયોગ શરૂ કર્યો છે જો કોઈ વિરોધ નહીં થાય તો આ પ્રયોગ અન્ય સ્થળોએ ચાલુ થશે.
અપોલો હોસ્પિટલ દ્વારા AMC સાથે PPP અંતર્ગત આવતીકાલથી 18+ ઉંમરના લોકો માટે પેઇડ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરાશે જેમાં સ્થળ પર જ રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) May 26, 2021
સ્થળ - GMDC ગ્રાઉન્ડ
સમય - સવારે 9થી સાંજે 5 સુધી
શુલ્ક - રૂ.1,000/-@PMOIndia @CMOGuj @KiritParmarBJP @HiteshBarotBJP pic.twitter.com/TKXMgLcBGg