દિલ્હી : હાલ કોરોના વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કરાયો છે. દેશમાં 18થી 44 વર્ષના લોકોને વેક્સિનેશનમાં કોઈ તકલીફ ન પડે તેના માટે હવે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. વેક્સિનેશન નવા નિયમ મુજબ આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. જોકે હવે આ મામલે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ કંઇક અલગ જ નિવેદન આપ્યું છે.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.
ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેમને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. એ રાજ્યો પર આધાર રાખે છે કે તેઓ આ સુવિધા પોતાને ત્યાં શરૂ કરે છે કે નહીં.