લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા યોગ્ય આર્થિક સહાય આપવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને માંગણી કરતો પત્ર ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો


ગુજરાત : ગુજરાતના બાર લાખ આત્મનિર્ભર લારી - ગલ્લા અને પાથરણાવાળા માટે લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા ગુજરાતના સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, અમદાવાદ શહેરના કમિશ્નર સાહેબ શ્રીઓ ને ઈમેલ કરીને યોગ્ય આર્થિક સહાય આપવા માટે માંગણી કરતો પત્ર ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો.




હાલમાં ચાલતી કોરોનાની મહામારીને કારણે છેલ્લા એક વર્ષ અને બે મહિનાથી આત્મનિર્ભર લારી - ગલ્લા અને પાથરણાવાળાના ધંધા - રોજગાર બિલકુલ બંધ અવસ્થામાં છે અને તેમનું જીવન નિર્વાહનો ખુબજ ગંભીર પ્રશ્ન ઉદ્ભવેલ છે. સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા ગુજરાતના તમામ બાર લાખ લારી - ગલ્લા અને પાથરણાવાળાને ન્યુનતમ રૂપિયા 5000/- (અંકે રૂપિયા પાંચ હજાર)ની કુટુંબ દીઠ સહાય જાહેર કરવા લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી છે.



અમારી આ વ્યાજબી અને ન્યાયિક માંગણીને ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા સમયમાં ભરણપોષણના પ્રશ્ન માટે આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી રહેશે