સ્કુલ, કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ, કોલેજોની પરીક્ષા મોકૂફ, ફરી ઓનલાઈન શિક્ષણ ચાલુ : રાજ્ય સરકારનો નિર્ણય


ગુજરાત : આજે રાજ્ય સરકારે વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે અમદાવાદ,સુરત, વડોદરા અને રાજકોટ આ ચાર મહાનગરોમાં 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. 

હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.  

કોલેજ અને યુનિવર્સિટીની આવતીકાલથી શરૂ થનારી  પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.