ગુજરાત :- રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 133 દિવસ પછી ફરી કોરોનાના ગુજરાતમાં 954 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,427 થયો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 96.65 ટકા થયો છે. જ્યારે 703 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5 હજારની નજીક પહોંચી ગયો છે અને હાલ 4966 એક્ટિવ કેસ છે.