ભારતીય સેનાએ કહ્યું સેનાએ PoKમાં એર સ્ટ્રાઇક કરી એ વાત નકલી છે

Indian Army Director General of Military Operations Lt Gen Paramjit Singh
(file photo)

દેશ : ભારતીય સેના એ PoKમાં મોટું ઑપરેશને પાર પાડ્યું છે. PoKમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર ભારતીય સેનાએ એર સ્ટ્રાઇક (Air Strike) કરી છે. ભારતીય સેનાના સૈન્ય કાર્યવાહીના મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંઘ (Indian Army Director General of Military Operations Lt Gen Paramjit Singh) આ વિશે કહ્યું કે PoKમાં ભારતીય સેના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ કાર્યવાહીના અહેવાલો નકલી છે. 

જમ્મુમાં ગુરુવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી જૈશના છે અને તેઓ પાકિસ્તાની છે. તે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જેનું કાવતરું પાકિસ્તાનમાં બેઠેલા જૈશના આકા મસૂદ અઝહરના ભાઈ રઉફ લાલાએ ઘડ્યું હતું. ચારેયે મંગળવાર-બુધવારની રાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી ઘુસણખોરી કરી હતી.આ આતંકીઓ પાસેથી 11AK 47 રાઈફલ, 29 હેન્ડ ગ્રેનેડ અને ત્રણ પિસ્તોલ જપ્ત થઈ છે. આ ઉપરાંત અન્ય ઘણો સામાન પણ મળ્યો છે. ટ્રકમાં ચોખાની બોરીઓ વચ્ચે સંતાઈને જમ્મુથી શ્રીનગર જઈ રહેલા આ આતંકીઓને પોલીસને ઠાર માર્યા હતા.