અમેરિકા : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાનો કોરોનાનો વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે માહિતી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને ફર્સ્ટ લેડી થોડા દિવસો સુધી ક્વોરન્ટીન જ રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાનાં લક્ષણો દેખાયાં પછી હોપ હિક્સે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો.
Hope Hicks, who has been working so hard without even taking a small break, has just tested positive for Covid 19. Terrible! The First Lady and I are waiting for our test results. In the meantime, we will begin our quarantine process!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
હોપ હિક્સ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એરફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતાં હતાં. તાજેતરમાં જ હોપ હિક્સ તેમના સિનિયર અધિકારીઓ સાથે પ્રેસિડેન્ટ ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયાં હતાં. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના અને અમેરિકન લોકો માટે કામ કરતા દરેક જણનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે.
અમેરિકામાં જ્યારે કોરોનાના 2.77 લાખ કેસ નોંધાયા છે અને 7400થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે માસ્ક પહેરવા અને ન પહેરવા અંગે ચર્ચા છેડાઈ હતી. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ(સીડીસી)એ લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક જરૂર પહેરો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ માસ્ક નહીં પહેરે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે માસ્કને લઈને સીડીસીએ માત્ર સૂચન કર્યું છે. આ દરેક માટે સ્વૈચ્છિક છે. તમે આવું કરી પણ શકો છો અને ન પણ કરી શકો. હું આવું નહીં કરું. હું રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, તાનાશાહો, રાજાઓ અને રાણીઓને મળતો આવું છું. આવામાં માસ્ક પહેરવું મને યોગ્ય લાગતું નથી. માસ્ક પહેરવાના સૂચનને હું નહીં માનું.