બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના રૈયા ગામમાં એક યુવતીની છેડતી થયા બાદ તેના પરિવાર પર જીવલેણ હુમલા થયાની ઘટના સામે આવી છે. પીડિતાના પરિવારજનોનો છેડતીનો વિરોધ કર્યો, તો આ બદમાશોએ યુવતી અને તેના પૂરા પરિવારને બરહેમીથી મારામારી કરી દીધી. આ મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક લોકો હાથમાં દંડા લઈને યુવતીના પરિવારજનોને મારી રહ્યાં છે.
गुजरात में पीडिता की पिटाई:
— Jignesh Mevani (@jigneshmevani80) October 9, 2020
पुलिस हाथरस में अब पीडीता को ही बदनाम करने पर तुली है। बिलकुल उसी तर्ज पर गुजरात के बनासकांठा जिले के दीओदर तहसील के रैया गांव में लडकी की छेडख़ानी करने के बाद उसके हाथ पैर तोड दिये ओर फिर कसूरवारों ने पीड़िता पर ही कर दिया FIR @dgpgujarat यह क्या है? pic.twitter.com/cIIIYOPULH
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયોને શેર કર્યો છે. આ ઘટનાને ઉત્તર પ્રદેશના હાથરસ કાંડ સાથે સરખાવતા જિગ્નેશ મેવાણીએ લખ્યું છે કે, "ગુજરાતમાં પીડિતાની પીટાઈ: પોલીસ હાથરસમાં હવે પીડિતાને બદનામ કરવા મથી રહી છે. એવી જ રીતે ગુજરાના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામમાં એક યુવતીની છેડતી બાદ તેના હાથ-પગ તોડી નાંખવામાં આવ્યા. જે બાદ આરોપીઓએ પીડિતા પર જ FIR દાખલ કરી. @dgpgujarat આ શું છે?"