ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન, એક દિવસનો રાજકીય શોક જાહેર

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ

ગુજરાત : આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ 92 વર્ષે નિધન થયું છે. આજે તેમની તબિયત ખરાબ થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. તેમને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ દુ:ખદ સમાચાર મળતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારીની ચૂંટણી સભામાં જ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સાંજે 5 વાગ્યે ગાંધીનગરમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના અંતિમવિધિ કરાશે. કેશુભાઈ પટેલના અંતિમ સંસ્કાર પુરા રાજકીય સન્માન સાથે કરાશે. એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રદ્ધાંજલિ પાઠવી

ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

આ સિવાય દેશભરના નેતાઓ હાલ ટ્વીટ કરીને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.