સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપનીએ કહ્યું કે બધાને કોરોના વેક્સિન મળતાં ચાર થી પાંચ વર્ષનો સમય લાગશે

આ વર્ષના અંતે કોરોના વેક્સિન બધા માટે ઉપલબ્ધ થવાની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપનીના પ્રમુખે કહ્યું હતું કે 2024ના અંતના પહેલાં બધાને આપવા માટે કોરોના વાઈરસ વેક્સિનનું નિર્માણ નહીં થઇ શકે. અદાર પૂનાવાલાએ પહેલા કહ્યું હતું કે જો કોરોના વેક્સિનના દરેક વ્યક્તિને બે ડોઝ આપવામાં આવે તો દુનિયાને 15 અબજ ડોઝની જરૂર પડશે.
પ્રતીકાત્મક તસ્વીર
સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ અદાર પૂનાવાલાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દવા કંપનીઓએ ઉત્પાદનમાં કોઈ ઝડપી વધારો કર્યો નથી, તેના કારણે  વિશ્વની સંપૂર્ણ વસતિને ઓછા સમયમાં વેક્સિન લગાવવી એ મુશ્કેલ છે. વિશ્વમાં બધાને કોરોના વેક્સિન મળતાં ચાર થી પાંચ વર્ષનો સમય લાગી જશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.