વર્લ્ડ/ઇઝરાયલ : ઇઝરાયલ દેશમાં પણ કોરોના વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દેશમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસોને જોતા ત્યાંના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ત્રણ અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત કરી છે. આ સમયમાં સંક્રમણને રોકવા માટે શાળાઓ અને દુકાનો બંધ રખાશે. આ લોકડાઉન દરમ્યાન ઇઝરાયલી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. કોરોના વાયરસ ફેલાયા બાદ ઇઝરાયલમાં આ બીજીવાર લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, ‘અમારું લક્ષ્ય કોરોના વાયરસને રોકવાનું અને સંક્રમણની સંખ્યાને ઘટાડવાનું છે. હું જાણું છું કે આ પગલાં માટે આપણે બધાએ એક મોટી કિંમત ચૂકવવી પડશે. આ કોઈ રજાઓ નથી કે લોકો સામાન્ય રીતે ટેવાયેલા છે.’ દેશમાં દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં મહામારીના 1,50,000થી વધુ કેસો નોંધાઇ ચૂકયા છે અને 1100થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.