શું તમે પણ ફેસબૂક કપલ ચેલેન્જમાં ફોટા અપલોડ કર્યા છે? તો સાવધાન પોલીસ કરી રહી દૂર રહેવા અપીલ


ગુજરાત : સોશિયલ મીડિયામા હાલમા નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં કપલ ચેલેન્જ (couple challenge) જેવી અનેક ચેલેન્જનાં નામે ફોટા અપલોડ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. થોડાક દિવસોથી કપલ ચેલેન્જ, ડોટર ચેલેન્જ, સન ચેલેન્જ, ફેમિલી ચેલેન્જ, સોફા ચેલેન્જ સહિતની ટ્રેન્ડિંગ ચેલેન્જમાં અંગત ફોટાઓ સોશિયલ મીડિયાની સાઈટ પર ધડાધડ મુકવાથી સાયબર ક્રાઈમને (Cyber crime) સામે થી આમંત્રણ આપવા જેવુ છે. પોલીસ (Gujarat police) દ્વારા આવા લોકોને ચેલેન્જાથી દૂર રહેવા અપીલ કરાઈ છે. અને બીજા રાજ્યોની પોલીસે પણ આવા ચેલેન્જોથી દૂર રહેવા અપીલ કરાઈ છે.

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓના પોલીસે આ દિશામા પણ લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે. લોકોને સાયબર સલામતીના નિયમો જાણ્યા પછી જ સોશ્યલ મિડીયા પર એકટીવ થવા અનુરોધ કરાયો છે. સોશિયલ મીડિયામાં પરિવાર સાથેની તસવીરોને અસામાજીક તત્વો મોર્ફ કરી તેનો દુરપયોગ પણ કરતા હોય છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, આ ટ્રેન્ડમાં શેર કરેલા ફોટાનું દુરપયોગ થઈ શકે છે. જેના કારણે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. પોલીસે જણાવ્યું હતુ કે, લોકોએ આવા ચેલેન્જનો સ્વીકાર ન કરવો જોઈએ અને ફોટાઓ અપલોડ ન કરવા જોઈએ.

પોલીસ વિભાગ દ્વારા લોકોને ટ્વિટર, ફેસબૂક પર અજાણ્યા વ્યક્તિઓથી પણ સાવઘ રહેવાની અપીલ કરે છે. અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, સોશિયલ મીડિયા પર આવેલા અજાણી વ્યક્તિના મેસેજનો કયારેય જવાબ ન આપો.

ભરૂચ પોલીસે ટ્વિટ કરીને સાવધ રહેવાનું જણાવતા કહ્યું છે કે, જેમ પાણીમાં તરતા ના આવડે તો ડૂબી જવાય છે, તે રીતે સોશિયલ મીડિયામાં ચાલતા ખોટા ટ્રેંડમાં સમજ્યા વગર પડવાથી cyber crimeનો ભોગ બની જવાય છે.

પુનેની પોલીસે પણ લોકોને કંઇક આવી જ અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું છે કે, તમારા સાથી સાથેની તસવીર પોસ્ટ કરતા પહેલા અનેકવાર વિચારો. આપણે સાવધ નહીં રહીએતો આ ક્યૂટ ચેલેન્જનો ખોટી દિશામાં ઉપયોગ થઇ શકે છે.