ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી મહેન્દ્રસિંહ ધોનીએ અચાનક નિવૃત, રાજ્યના સીએમ એ કંઈક આવી માંગ કરી

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ એટલે કે ભારતના 74માં સ્વતંત્રતા દિવસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ICC વનડે અને T-20 વર્લ્ડ કપ, તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દુનિયાના એકમાત્ર કેપ્ટને પોતાની પોસ્ટમાં લખ્યું કે, "આભાર તમારા પ્રેમ અને સપોર્ટ માટે 19:29 (7 વાગીને 29 મિનિટ)થી મને નિવૃત સમજો."


એક વર્ષ ટીમ ઈન્ડિયાથી દૂર રહ્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. તેના નિર્ણયથી દુનિયાભરના ચાહકો ચોંકી ગયા છે. ધોનીએ ક્રિકેટ માટે અને ખાસ કરીને ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલુ રહેશે. 15 વર્ષ પહેલા નીલી જર્સીમાં મેદાનમાં ઉતર્યો હતો ત્યારથી લઇને છેલ્લે 2019માં નીલી જર્સીમાં દેખાયો હતો. 


સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય ક્રિકેટમાં ધોનીનું  બહુ મોટું યોગદાન છે તેમણે 2011 માં વર્લ્ડ કપ જીતીને ધોની સાથે સૌથી યાદગાર ગણાવી છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટમાં કરીને કહ્યું કે  અમે સૌ ના ગમતા ઝારખંડના લાલ માહી ને હવે લીલી જર્સીમાં નહીં જોઈ શકે પરંતુ લોકોના દિલમાં હજુ પણ કરાયા નથી અને બીસીસીઆઈ પાસે ઝારખંડમાં ધોનીના ફેરવેલ  મેચ કરવાની માંગ કરી છે.


ભારતના ગૃહમંત્રી અમીત શાહે પણ ટ્વિટ કરીને માહીને હેલિકોપ્ટર શોટ અને કુલ ટેમ્પરામેન્ટ ને યાદ કર્યા. અમીત શાહે ધોનીની કેપ્ટનશીપમાં અલગ અલગ ફોર્મેટને બે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ખિતાબી જીતનો ઉલ્લેખ કર્યો છે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.