પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 74 મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સરકારે ભારતમાં છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વય પર પુનર્વિચાર માટે એક સમિતિની રચના કરી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "અમે અમારી પુત્રીના લગ્ન માટે લઘુતમ વય પર પુનર્વિચાર માટે સમિતિની રચના કરી છે. સમિતિએ અહેવાલ રજૂ કર્યા પછી અમે યોગ્ય નિર્ણય લઈશું." છોકરીઓ વચ્ચેના કુપોષણને ઘટાડવા માટે લઈ શકાય તેવા પ્રયાસો પર પણ ધ્યાન આપશે.
તેમણે કહ્યું કે, આજે ભારત તે દેશોમાંનો એક છે જ્યાં નેવી અને એરફોર્સમાં લડાઇ અને બિન-લડાઇની ભૂમિકામાં મહિલાઓને શામેલ કરવામાં આવી રહી છે.
भारत में महिला शक्ति को जब-जब भी अवसर मिले, उन्होंने देश का नाम रोशन किया।
— Narendra Modi (@narendramodi) August 15, 2020
भारत में महिलाएं अंडरग्राउंड कोयले की खदान में काम कर रही हैं, तो फाइटर प्लेन भी उड़ाकर आसमान की बुलंदियों को चूम रही हैं।
महिलाओं को स्वरोजगार और रोजगार के समान अवसर देने के लिए आज देश प्रतिबद्ध है। pic.twitter.com/Hd8wmuiJqT
"ભારત સરકારની વિવિધ નીતિઓ જેવી કે પ્રસૂતિ રજા પર, ત્રિપલ તલાકએ આપણા દેશની મહિલાઓને સશક્ત બનાવ્યા છે. 5000થી વધુ જન ઔષધિકેન્દ્રોએ ગરીબ મહિલાઓને માત્ર 1 રૂપિયામાં પાંચ કરોડથી વધુ સેનિટરી પેડ પૂરા પાડ્યા છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.