અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન ચાલુ થશે, 108 મગરોને પકડી સરદાર સરોવરમાં છોડાયા

રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદી કેવડિયા આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સી-પ્લેન રૂટનું ઉદઘાટન કરીને અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનની મુસાફરી કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. 19 સીટર સી-પ્લેન સેવા માટે રોજની ચાર ફ્લાઇટ જશે. એક ટિકિટનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. સી પ્લેન પ્રોજેક્ટ હેઠળ દેશમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રૂટનો પણ સમાવેશ થાય છે. આ રૂટ માટે જુલાઇ મહિનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન અમદાવાદથી સી-પ્લેન મારફતે કેવડિયા આવી રહ્યા હોવાથી કેવડિયા ખાતે મગરો પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. અત્યાર સુધી 108 મગરોને પકડી સરદાર સરોવરમાં છોડાયા છે. 31 ઓક્ટોબર સુધી તળાવને મગરમુક્ત કરવાની કામગીરી ચાલશે. દરમ્યાન અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સી-પ્લેન રૂટનો પ્રારંભ 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિએ થશે.

નીચે વિડિઓ જુઓ


નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.