રશિયા સત્તાવાર રીતે કોરોના વેક્સીનનું રજીસ્ટ્રેશન કરાવનાર પ્રથમ દેશ બની ગયો છે. રશિયાએ વેક્સીનનું નામકરણ પોતાના પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક-વી ના નામ પર થી રાખ્યું છે. જેને વર્ષ 1957માં લોન્ચ કરવામાં આવ્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બે દીકરીઓ છે. આ વેક્સીન બંનેમાંથી કોને આપવામાં આવી છે તે બાબતે પુતિને સ્પષ્ટ રીતે નથી જણાવ્યું, પરંતુ તેમનું કહેવું છે કે દીકરીને વેક્સીન આપ્યા બાદ તે સારું અનુભવી રહી છે. અને તેનામાં શરીરના તાપમાનમાં ઘટાડો અને એન્ટિબોડી વિકસિત થયા છે. પુતિને વધુમાં જણાવ્યું હતું કે વેક્સીન અનેક પરીક્ષણમાંથી પસાર થઇ ચુકી છે, અને તે સુરક્ષિત સાબિત થઇ છે.
The new Russian #COVID19 vaccine is called Sputnik V
— Russia in USA 🇷🇺 (@RusEmbUSA) August 11, 2020
‼️👉 https://t.co/S9T8xHcRzf pic.twitter.com/S9ASJxSnia
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના જણાવ્યા પ્રમાણે, પ્રથમ ડોઝ આપ્યા બાદ તેના શરીરનું તાપમાન 38 ડિગ્રી હતું. જ્યારે વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારે તાપમાન 1 ડિગ્રી ઘટીને 37 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ થોડા સમય પછી ફરી શરીરનું તાપમાં વધ્યું હતું જે ધીરેધીરે સામાન્ય થઇ ગયું છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.