અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને મોટો ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એચ 1-બી વિઝાને લઈને એક કાર્યકારી આદેશ પર સિગ્નેચર કરી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી દીધી છે. તેઓએ કહ્યું કે, અમારો નિયમ સીધો છે- અમેરિકનને રાખો. જેમાં અમેરિકાના નાગરિકોની વિદેશી પ્રોફેશનલ્સને રાખવા પર રોક લગાવી દીધી છે.
આ નિર્ણયને લઈને અમેરિકાના શ્રમ મંત્રીએ કહ્યું છે કે, એચ 1-બી વિઝાના નામ પર ધોખાધડી રોકવા અને અમેરિકનોનાં હિતોની રક્ષા કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણીના વર્ષમાં આ પગલાંથી અમેરિકાના શ્રમિકો માટે મદદગાર માનવામાં આવી રહ્યા છે. પણ તેનાથી એ લોકોની ઉમ્મીદો પર પાણી ફરી વળ્યું છે, કે જેઓ એચ 1-બી વિઝા પર અમેરિકામાં નોકરી કરવાનાં સપનાં જોતાં હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે લગભગ દોઢ મહિના પહેલાં જ એચ 1-બી વિઝા નિલંબિત કરવાનું એલાન કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષના અંત સુધી માટે એચ1-બી વિઝા સસ્પેન્ડ કરવાના નિર્ણયને કોરોના સંકટમાં પોતાની નોકરી ગુમાવી ચૂકેલાં અમેરિકી શ્રમિકોનાં હિતમાં ઉઠાવેલું પગલું ગણાવ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ આ સાથે ચીની એપ ટિકટોકને લઈને પણ લાલ આંખ કરી છે. ટ્રમ્પે સાફ શબ્દોમાં ટિકટોકને ચેતવણી આપતાં કહ્યું કે, કાં તો તે 15 સપ્ટેમ્બરથી એપ બંધ કરી દે અથવા અમેરિકાનો પોતાનો કારોબાર વેચી દે.
અમારી ટેલિગ્રામ ચેનલ માં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો.