કેન્દ્ર સરકારની નોકરી માટે અલગ-અલગ પરીક્ષાઓમાંથી મુક્તિ, NRA ફક્ત એક જ એન્ટ્રસ લેશે : મોદી સરકારના કેબિનેટનો મહત્વનો નિર્ણય

સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવાર માટે એક મહત્વના સમાચાર. મોદીના કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી દેશના યુવાનો અને રોજગારી માટે મહત્વના નિર્ણયો લેવાયા. આ બેઠકમાં કેન્દ્ર સરકારની નોકરી માટે એક ટેસ્ટ આપવાની મંજૂરી મળી છે. કેન્દ્ર સરકારે કહ્યું કોમન ટેસ્ટ થવાથી નોકરી શોધી રહેલા યુવાનોને લાભ થશે.


આ માટે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA)ના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા હરી ઝંડી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મંડળ ના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સાહેબે કહ્યું કે આજે યુવાનોને નોકરી માટે ઘણી બધી પરીક્ષાઓ આપવી પડતી હોય છે. તેની જગ્યાએ NRA હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે (CET). 


આગળ વધુ જણાવતા મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) મેરીટ ત્રણ વર્ષ માટે માન્ય ગણાશે. તેથી યુવાનોને લાભ થશે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે દેશમાં લગભગ 20 જેટલી રિક્રૂટમેન્ટ એજન્સીઓ છે.  આ બધું પૂર્ણ કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

પ્રકાશ જાવડેકરે સાહેબે કહ્યું કે આ માંગ યુવાનોની વર્ષોથી હતી. જોકે અત્યાર સુધી આ અંગે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ નિર્ણયથી યુવાનોની ઘણીબધી તકલીફો દૂર થશે અને તેમના પૈસા પણ બચશે. યુવાનોને હવે ફક્ત એક જ પરીક્ષાથી આગળ જવાની તક મળશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.